Gita Jayanti is the auspicious day marking the advent of Srimad Bhagavad-Gita, also known as the Gita. This is the day on which Lord Krishna imparted the essence of Vedic knowledge to Arjuna over 5000 years ago in Dwapara Yuga and enlightened him about the ultimate goal of life. Arjuna was feeling low and lacked motivation to fight in the war, seeking advice from Lord Krishna. The Bhagavad Gita is a dialogue between Arjuna and Krishna. It is the spiritual and divine message given by Lord Krishna directly to his devotee and friend, Arjuna. Maharishi Veda Vyasa wrote the Srimad Bhagavad Gita.
Gita Chapter 1 Military Inspection in Kurukshetra Battlefield (Total Verses – 46)
A person who takes refuge in God has no fear of any kind, even in the worst tribulation, and Lord Krishna, the Lord of the senses, is directly or indirectly present to guide them.
Gita Chapter 2 Essence of Gita (Total Verses – 72)
Surrender to God and do your duty without thinking about anything. Make spirituality a way of life, and be firm in your purpose without getting distracted in any situation.
Gita Chapter 3 Karmayoga (Total Verses – 43)
Renunciation of karma is not possible, there is no need to stop one’s fixed actions. Be devoted and do duty for God and be freed from karmic bondage. Set a role model for others through self-behavior.
Gita Chapter 4 Divine Knowledge (Total Verses – 42)
Only by knowing the Lord, the Supreme Power, one can attain liberation from birth and death. As one surrenders to God, he gets the reward!
Gita Chapter 5 Karmayoga – Krishna Conscious Action (Total Verses – 29)
Whatever it may be in wealth or authority, be it worldly things or body or thoughts, engage everything in the service of Krishna. Unite with Krishna and work for self-purification. The person gets complete peace only by doing devotional work which is the ultimate achievement of life.
Gita Chapter 6 Meditation Yoga (Total Verses – 47)
Chant the holy name of the Lord, sleep and eat in moderation, be free from all material desires, see the Lord everywhere and everything in the Lord, and also meditate on the Lord with full devotion.
Gita Chapter 7 Knowledge of God (Total Verses – 30)
Just as pearls are strung on a thread of a rosary, similarly everything is strung in Krishna. Perform divine loving devotion to Krishna, listen to His words, and enjoy His glory, by which all your goals will be fulfilled. Krishna’s love is the supreme love.
Gita Chapter 8 Attainment of Godliness (Total Verses – 28)
At the time of death, the thoughts made throughout life come together and influence the person’s thoughts and the feeling that is remembered is the same feeling that the soul receives. Thus, this life of his creates his next life. If you fill your life with the contemplation of Krishna then ultimately the thoughts of Krishna will have an impact and the soul will become one with Krishna. After attaining Krishna no one returns to this world.
Gita Chapter 9 Ultimate Esoteric Knowledge (Total Verses – 34)
Those who are desirous of attaining a sense of gratification continue to undergo continuous birth and death. The one who worships goes to them and after the completion of the period, takes birth back on earth. But one who meditates on Krishna becomes free from the cycle of birth and death and becomes one with Krishna.
Gita Chapter 10 Splendour of God (Total Verses – 42)
Krishna is the cause of all the divine and material worlds. Along with being the origin of everything, Krishna is the origin of everything’s beginning, middle, and end. He encompasses the entire universe with just one part of himself. Lord Krishna, the God of Gods, is everything.
Gita Chapter 11 Vishwaroop Darshan (An Occasion of Seeing Divine and Supreme Form of Lord Krishna) (Total Verses – 55)
The form of Krishna is original and supreme. Krishna is everything, omnipresent. Be it thousands of universes and planets or entire living beings, sages, gods, everything is contained in Krishna. There is no one like Krishna. Krishna can be attained only through unalloyed devotion and love. Not by any other worship, ritual, sacrifice, or penance.
Gita Chapter 12 Bhakti Yoga (Total Verses – 20)
One who fixes his mind on Krishna surrenders his entire intellect to Krishna, and acts only for Him is very dear to Krishna. Also, one who is concerned about the welfare of all and does not harm others attains Krishna in the end.
Gita Chapter 13 Nature, Man and Consciousness (Total Verses – 35)
The soul is placed in different bodies and abodes according to desires and deeds. Thus, he attains good and bad in different species. One who attains this spiritual knowledge and follows the path of Krishna, no matter what his present condition is, is not reborn, he transcends the path of birth and death.
Gita Chapter 14 Three qualities of nature (Total Verses – 27)
To engage in any form of devotion to Krishna is to become one with Krishna. In Bhakti Yoga there is an exchange of love between God and the devotee. Therefore, become a devotee and free yourself from the three modes of nature – Satva, Raja, and Tama and establish yourself in the divine state and eliminate all the miseries of life.
[sattva (goodness, calmness, harmonious), rajas (passion, activity, movement), and tamas (ignorance, inertia, laziness)]
Gita Chapter 15 Purushottam Yoga (Total Verse – 20)
The soul has got some freedom. The transformation of his body depends on it. At the time of death, his consciousness will take birth in the same species. And if he is Krishna-conscious, he will get the company of Krishna. The realization of the deeds done during life remains at the end. So become Krishna conscious.
Gita Chapter 16 Divine and Demonic Nature (Total Verses – 24)
The man who escapes from the three gates of hell – lust, anger, and greed – and does charitable work for self-realization, attains the highest path i.e. salvation, and the one who is deluded by these three gates, He takes birth again and again in a demon species and is never able to attain salvation.
Gita Chapter 17 Departments of Faith (Total Verses – 28)
Donations should always be done as a duty, without any expectation of return, to the deserving person. Donations given without faith or to the wicked are fleeting. Any work done without a spiritual objective, be it yajna, charity, or penance, is useless. There is only one way to make all work successful, to work with Krishna consciousness.
Gita Chapter 18 Epilogue – Completion of Renunciation (Total Verses – 78)
Donating at the right place leads to progress in spiritual life, donating at the wrong place goes waste. Giving up activities based on material desires but not giving up activities for God. Always work for Krishna by keeping your mind fixed on Krishna, under the protection of Krishna.
भगवद् गीता (संक्षेप में अर्थ)
गीता जयंती श्रीमद्भगवद-गीता, जिसे गीता के नाम से भी जाना जाता है, के आगमन का शुभ दिन है। यह वह दिन है जिस दिन भगवान कृष्ण ने 5000 साल पहले द्वापर युग में अर्जुन को वैदिक ज्ञान का सार प्रदान किया था और उन्हें जीवन के अंतिम लक्ष्य के बारे में बताया था। अर्जुन उदास महसूस कर रहे थे और युद्ध में लड़ने के लिए उनके पास प्रेरणा की कमी थी, इसलिए उन्होंने भगवान कृष्ण से सलाह ली। भगवद गीता अर्जुन और कृष्ण के बीच एक संवाद है। यह भगवान कृष्ण द्वारा सीधे अपने भक्त और मित्र अर्जुन को दिया गया आध्यात्मिक और दिव्य संदेश है। महर्षि वेदव्यास ने श्रीमद्भगवदगीता लिखी।
गीता अध्याय १ कुरुक्षेत्र के युद्ध क्षेत्र में सैन्य निरीक्षण (कुल श्लोक – ४६)
जो व्यक्ति भगवान की शरण लेता है उसे खतरनाक स्थिति में भी किसी प्रकार का भय नहीं होता है और इंद्रियों के स्वामी भगवान कृष्ण प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से उसका मार्गदर्शन करने के लिए उपस्थित होते हैं।
गीता अध्याय २ गीता का सार (कुल श्लोक – ७२)
भगवान के सामने समर्पण कर दें और बिना कुछ सोचे अपना कर्तव्य निभाएं। आध्यात्मिकता को जीवन का एक तरीका बनाएं, और किसी भी स्थिति में विचलित हुए बिना अपने उद्देश्य में दृढ़ रहें।
गीता अध्याय ३ कर्मयोग (कुल श्लोक – ४३)
कर्म का त्याग संभव नहीं है, अपने नियत कर्मों को रोकने की कोई आवश्यकता नहीं है। समर्पित रहो और भगवान के लिए कर्तव्य करो और कर्म बंधन से मुक्त हो जाओ। अपने व्यवहार से दूसरों के लिए आदर्श स्थापित करें।
गीता अध्याय ४ दिव्यज्ञान (कुल श्लोक – ४२)
केवल भगवान, पूर्ण पुरुषोत्तम को जानने पर ही, जन्म और मृत्यु से मुक्ति प्राप्त कर सकते है। जो जैसा भगवान को समर्पण करता है, उसे वैसा ही फल मिलता है।
गीता अध्याय ५ कर्मयोग – कृष्णभावनायुक्त कर्म (कुल श्लोक – २९)
धन या अधिकार मेसे कुछभी चाहे फिर वह सांसारिक वस्तु हो या शरीर या विचार, सब कुछ कृष्ण की सेवा में लगाओ। कृष्ण के साथ जुड़कर एकजुट हों जाओ और आत्म-शुद्धि के लिए कर्म करो। भक्ति कर्म से ही मनुष्य को पूर्ण शांति प्राप्त होती है जो जीवन की परम उपलब्धि है।
गीता अध्याय ६ ध्यानयोग (कुल श्लोक – ४७)
भगवान के पवित्र नाम का जाप करें, संयम से सोएं और खाएं, सभी भौतिक इच्छाओं से मुक्त होकर हर जगह भगवान को और भगवान में हर चीज को देखें साथ ही पूरी श्रद्धा के साथ भगवान का ध्यान करें।
गीता अध्याय ७ ईश्वर का ज्ञान (कुल श्लोक – ३०)
जैसे माला के एक धागे में मोती पिरोये होते हैं, वैसे ही सब कुछ कृष्ण में पिरोया हुआ है। कृष्ण की दिव्य प्रेमपूर्ण भक्ति करो, उनकी बातें सुनो और उनकी महिमा का आनंद लो, जिससे तुम्हारे सभी लक्ष्य पूरे होंगे। कृष्ण प्रेम सर्वोच्च प्रेम है।
गीता अध्याय ८ भगवत्तप्राप्ति (कुल श्लोक – २८)
मृत्यु के समय पूरे जीवन में किए गए विचार एक साथ होकर व्यक्ती के विचारों को प्रभावित करते हैं और जिस भावना को याद किया जाता है वही भाव को आत्मा निश्चित रूप से प्राप्त करती है। इस प्रकार उसका यह जीवन उसका अगला जीवन बनाता है। यदि आप अपने जीवन को कृष्ण के चिंतन से भर देंगे तो अंत में कृष्ण के विचारों का प्रभाव होगा और आत्मा कृष्ण के साथ एक हो जाएगी। कृष्ण को प्राप्त करने के बाद कोई इस संसार में वापस नहीं लौटता।
गीता अध्याय ९ परम गूढ़ ज्ञान (कुल श्लोक – ३४)
जो लोग इंद्रिय संतुष्टि प्राप्त करने के इच्छुक हैं वे निरंतर जन्म और मृत्यु को प्राप्त करते रहते हैं। जो जिनको पूजा करता है वह उनके पास जाता है और अवधी पूरी होने के बाद वापस पृथ्वी पर जन्म लेता है। लेकिन जो कृष्ण का ध्यान करता है वह जन्म और मृत्यु के चक्र से मुक्त हो जाता है और कृष्ण के साथ एक हो जाता है।
गीता अध्याय १० परमेश्वर का ऐश्वर्य (कुल श्लोक – ४२)
कृष्ण सभी दिव्य और भौतिक संसारों के कारण हैं। कृष्ण ही सबके आदि, मध्य और अंत के मूल हैं। वह अपने एक अंश से ही संपूर्ण ब्रह्मांड को समाहित कर लेते है। देवों के देव कृष्ण ही सब कुछ हैं।
गीता अध्याय ११ विश्वरूप दर्शन (कुल श्लोक – ५५)
कृष्ण का स्वरूप मूलरूप एवं सर्वोच्च है। कृष्ण ही सब कुछ हैं, सर्वव्यापी हैं। चाहे हजारों ब्रह्मांड और ग्रह हों या संपूर्ण जीवित प्राणी, ऋषि, देवता, सब कुछ कृष्ण में समाहित है। कृष्ण के समान कोई नहीं है। कृष्ण को अनन्य भक्ति और प्रेम से ही प्राप्त किया जा सकता है। किसी अन्य पूजा, विधि या यज्ञ, तपस्या से नहीं।
गीता अध्याय १२ भक्ति योग (कुल श्लोक – २०)
जो अपने मन को कृष्ण में स्थिर करता है और अपनी पूरी बुद्धि कृष्ण को समर्पित करता है और केवल उनके लिए ही कर्म करता है वह कृष्ण को बहुत प्रिय है। साथ ही, जो सभी के कल्याण की चिंता करता है और दूसरों को नुकसान नहीं पहुंचाता, वह भी अंत में कृष्ण को प्राप्त करता है।
गीता अध्याय १३ प्रकृति, पुरुष और चेतना (कुल श्लोक – ३५)
आत्मा को इच्छाओं और कर्मों के अनुसार अलग-अलग शरीर और निवास में रखा जाता है। इस प्रकार वह विभिन्न योनियों में अच्छे और बुरे को प्राप्त करता है। जो इस आध्यात्मिक ज्ञान को प्राप्त कर लेता है और कृष्ण के मार्ग का अनुसरण करता है, चाहे उसकी वर्तमान स्थिति कुछ भी हो, उसका पुनर्जन्म नहीं होता है, वह जन्म और मृत्यु के मार्ग को पार करता है।
गीता अध्याय १४ प्रकृति के तीन गुण (कुल श्लोक – २७)
कृष्ण के किसी भी रूप की भक्ति में संलग्न होना कृष्ण के साथ एक हो जाना है। भक्ति योग में भगवान और भक्त के बीच प्रेम का आदान-प्रदान होता है। इसलिए भक्त बनें और अपने आप को प्रकृति के तीन गुणों – सत्व, रज और तम से मुक्त करके दिव्य अवस्था में स्थापित करें और जीवन के सभी दुखों से छुटकारा पाएं।
गीता अध्याय १५ पुरूषोत्तम योग (कुल श्लोक – २०)
आत्मा को थोड़ी आजादी मिली है. उसके शरीर का परिवर्तन उसी पर निर्भर करता है। मृत्यु के समय उसकी जो चेतना होगी उसी योनि में जन्म उसका होगा। और यदि वह कृष्णभावनायुक्त है, तो उसे कृष्ण का सानिध्य मिलेगा । जीवन काल में किये गये कर्मों के अनुसार अंत में चेतना रहती है। तो कृष्णभावनायुक्त बने.
गीता अध्याय १६ दैवी एवं आसुरी प्रकृति (कुल श्लोक – २४)
जो मनुष्य नरक के तीन द्वारों – काम, क्रोध और लोभ – से बचकर आत्म-साक्षात्कार के लिए परोपकारी कार्य करता है, वह सर्वोच्च मार्ग को याने मोक्ष को प्राप्त करता है, और जो इन तीन द्वारों से मोहित होता है, वह बार-बार राक्षस योनि में जन्म लेता है और कभी भी मोक्ष प्राप्त नहीं कर पाता है।
गीता अध्याय १७ आस्था के विभाग (कुल श्लोक –२८)
दान हमेशा एक कर्तव्य समझकर, बिना किसी बदले की आशा के, योग्य व्यक्ति को देना चाहिए। बिना विश्वास के या अयोग्य व्यक्ति को दिया गया दान क्षणभंगुर होता है। आध्यात्मिक उद्देश्य के बिना किया गया कोई भी कार्य, चाहे वह यज्ञ हो, दान हो या तपस्या, व्यर्थ है। सभी कार्यों को सफल बनाने का एक ही तरीका है, कृष्ण भावना के साथ काम करना।
गीता अध्याय १८ उपसंहार – त्याग की पूर्णाहुति (कुल श्लोक – ७८)
सही स्थान पर दान देने से आध्यात्मिक जीवन में उन्नति होती है, गलत स्थान पर दान व्यर्थ जाता है। भौतिक इच्छा पर आधारित गतिविधियों का परित्याग करना लेकिन भगवान के लिए गतिविधियों का नहीं। मन को सदैव कृष्ण में, कृष्ण की सुरक्षा में स्थिर रखकर ही कृष्ण के लिए काम करो।
ભગવદગીતા (ટૂંકમાંઅર્થ)
ગીતા જયંતી એ શ્રીમદ ભગવદ-ગીતા, જેને ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે, ના આગમનને ચિહ્નિત કરતો શુભ દિવસ છે,. આ તે દિવસ છે કે જે દિવસે ભગવાન કૃષ્ણએ 5000 વર્ષ પહેલાં દ્વાપર યુગમાં અર્જુનને વૈદિક જ્ઞાનનો સાર આપ્યો હતો અને તેને જીવનના અંતિમ ધ્યેય વિશે જ્ઞાન આપ્યું હતું. અર્જુન નિરાશા અનુભવતો હતો અને યુદ્ધમાં લડવાની પ્રેરણાનો પણ અભાવ હતો, તેથી ભગવાન કૃષ્ણ પાસેથી સલાહ માંગતો હતો. ભગવદ ગીતા અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. તે ભગવાન કૃષ્ણ દ્વારા તેમના ભક્ત અને મિત્ર, અર્જુનને સીધો આપેલો આધ્યાત્મિક અને દૈવી સંદેશ છે. મહર્ષિ વેદ વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતા લખી હતી.
ગીતા અધ્યાય ૧ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરિક્ષણ (કુલ શ્લોક– ૪૬)
જે મનુષ્ય પરમેશ્વરનું શરણ ગ્રહણ કરે છે, તેને અત્યંત ઘોર વિપત્તિમાં પણ કોઇ જાતનો ભય રહેતો નથી અને ઇન્દ્રિયોના સ્વામી ભગવાન કૃષ્ણ માર્ગદર્શન આપવા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ઉપસ્થિત રહે છે.
ગીતા અધ્યાય ૨ ગીતા નો સાર (કુલ શ્લોક– ૭૨)
કશાનોય વિચાર કર્યા વગર ભગવાનનો શરણાગત થઇ કર્તવ્ય-કર્મ કર. અધ્યાત્મિકતા ને જીવન નો માર્ગ બનાવી, કોઇ પણ પરિસ્થિતી માં વિચલીત થયા વિના, પોતાના ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પવાળો બન.
ગીતા અધ્યાય ૩ કર્મયોગ (કુલ શ્લોક– ૪૩)
કર્મ નો ત્યાગ શક્ય નથી, પોતાના નિયત કર્મો અટકાવી દેવાની જરૂર નથી. ભક્તિમાં રહીને પરમેશ્વર માટે કર્તવ્ય-કર્મ કરો અને કર્મ બંધન માંથી મુક્ત થાઓ. ઉદાહરણરૂપ આચરણ દ્વારા બીજાઓ માટે આદર્શ પ્રસ્થાપિત કરો.
ગીતા અધ્યાય ૪ દિવ્યજ્ઞાન (કુલ શ્લોક– ૪૨)
પૂર્ણ પુરુષોતમ પરમેશ્વર, ભગવાન ને જાણી લેવાથી જ મનુષ્ય જન્મ તથા મરણ માંથી મુક્તિ મેળવી શકે છે. જે જેવું શરણાગત લે છે પરમેશ્વરનું, તે પ્રમાણે જ તેમને ફળ મળે છે.
ગીતા અધ્યાય ૫ કર્મયોગ – કૃષ્ણભાવનાયુક્ત કર્મ (કુલ શ્લોક– ૨૯)
સંપત્તિ કે અધિકાર માની દરેક વસ્તું, પછી તે કોઇ દુન્યવી વસ્તું હોય કે શરીર કે વિચારો બધું જ કૃષ્ણ ની સેવા માં પ્રયોજો. કૃષ્ણ સાથે જોડાઇ, એકરૂપ થઇ આત્મશુદ્ધી માટે કર્મ કરો. ભક્તિયુક્ત કર્મથી જ મનુષ્ય ને પૂર્ણ શાંતી મળે છે જે જીવન ની પરમ સિદ્ધી છે.
ગીતા અધ્યાય ૬ ધ્યાનયોગ (કુલ શ્લોક– ૪૭)
ભગવાન ના પવિત્ર નામનું કીર્તન કરો, ઊંઘ અને આહાર પ્રમાણ માં લો, સર્વ ભૌતિક ઇચ્છાઓથી મુક્ત થઇ પરમેશ્વર ને સર્વત્ર અને બધું જ પરમેશ્વર માં જુઓ તેમજ અત્યંત શ્રદ્ધાપૂર્વક અંતકરણમાં પરમેશ્વર નું ચિંતન કરો.
ગીતા અધ્યાય ૭ પરમેશ્વરનું જ્ઞાન (કુલ શ્લોક– ૩૦)
જેમ માળા માં, એક દોરા માં મોતી પરોવાયલા હોય છે, તેમ કૃષ્ણ માં સર્વસ્વ પરોવાયલું છે. કૃષ્ણની દિવ્ય પ્રેમમય ભક્તિ કરો, તેનું શ્રવણ કરો વ તેનાં ગુણકીર્તન માં આનંદ લો, જેનાથી તમારા સર્વ ઉદ્દેશો પરિપૂર્ણ થઇ જશે. કૃષ્ણ પ્રેમ સર્વોચ્ચ પ્રેમ છે.
ગીતા અધ્યાય ૮ ભગવત્પ્રાપ્તિ (કુલ શ્લોક– ૨૮)
સમગ્ર જીવનભરનાં વિચાર એકત્રીત થઇને મરણકાળે વ્યક્તીના વિચારોને પ્રભાવીત કરે છે અને જે ભાવનું સ્મરણ થાય છે તે જ ભાવને જીવ નિશ્ચીંતપણે પ્રાપ્ત કરે છે. આ રીતે આ જીવન તેનાં આગામી જીવન નું સર્જન કરે છે. જો કૃષ્ણ નું ચિંતન જીવન ભર કરશો તો અંત સમયે કૃષ્ણ ના જ વિચારો પ્રભાવીત થશે અને કૃષ્ણ માં જ આત્મા એક થઇ જશે. કૃષ્ણ ને પ્રાપ્ત કર્યાં પછી કોઇ આ જગતમાં પાછું આવતું નથી.
ગીતા અધ્યાય ૯ પરમ ગુહ્યજ્ઞાન (કુલ શ્લોક– ૩૪)
જેઓ ઇન્દ્રિય સુખ પામવાના ઇચ્છુક હોય છે તેઓ નિરંતર જન્મ અને મૃત્યું પ્રાપ્ત કરતા રહે છે. જે જેમને ભજે છે તે તેમની પાસે જાય છે ને અવધી પૂરી થતા પાછા પૃથ્વી પર જન્મ લે છે. પરંતુ જે કૃષ્ણ નું ચિંતન કરે છે તે જન્મ મરણ ના ફેરા માંથી મુક્ત થઇ કૃષ્ણ માં એક થઇ જાય છે.
ગીતા અધ્યાય ૧૦ પરમેશ્વર નું ઐશ્વર્ય (કુલ શ્લોક– ૪૨)
કૃષ્ણ જ સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વ નું કારણ છે. સર્વ નું ઉદ્ભવસ્થાન તેમજ આદિ, મધ્ય તથા અંત કૃષ્ણ જ છે. તે તેમના એક અંશ માત્ર થી સમગ્ર બ્રમ્હાંડ ને ધારણ કરે છે. દેવો ના દેવ કૃષ્ણ જ સર્વસ્વ છે.
ગીતા અધ્યાય ૧૧ વિશ્વરૂપ દર્શન (કુલ શ્લોક– ૫૫)
કૃષ્ણ નું સ્વરૂપ મુળભુત ને સર્વોપરી છે. કૃષ્ણ જ સર્વસ્વ છે, સર્વવ્યાપી છે. હજારો બ્રમ્હાંડ અને ગ્રહો હોય કે પછી સમગ્ર જીવો, ઋુષીઓ, દેવો, બધું જ કૃષ્ણ માં સમાયેલ છે. કૃષ્ણ ના સમરૂપ કોઇ નહીં. કૃષ્ણ ને અનન્ય ભક્તિ વ પ્રેમ થી જ પામી શકાય. બીજા કોઇ પુજા, વિધી યા યજ્ઞ, તપ થી નહીં.
ગીતા અધ્યાય ૧૨ ભક્તિયોગ (કુલ શ્લોક– ૨૦)
જે કૃષ્ણ મા જ પોતાનું ચિત્ત સ્થિર કરી સમગ્ર બુધ્ધીને કૃષ્ણ મા જ પરોવી દે છે અને તેના માટે જ કર્મ કરે છે તે કૃષ્ણ ને અતી પ્રિય છે. તેમજ સર્વ ના કલ્યાણ માં જે પરોવાયેલા રહે છે કે બીજાને હાની નહીં પહોંચાડતા, તે પણ અંતે કૃષ્ણ ને જ પ્રાપ્ત કરે છે.
ગીતા અધ્યાય ૧૩ પ્રકૃતિ, પુરૂષ અને ચેતના (કુલ શ્લોક– ૩૫)
આત્મા ઇચ્છાઓ તથા કર્મો પ્રમાણે વિભિન્ન શરીર વ નિવાસ સ્થાન માં મૂકાય છે. આ રીતે તે વિભિન્ન યોનિઓ માં ઇષ્ટ તથા અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે. જે આ અધ્યાત્મિક જ્ઞાન ને પ્રાપ્ત કરે છે ને કૃષ્ણ પથ પર ચાલે છે તે ભલે ગમે તે વર્તમાન સ્થિતી મા હોય તેનો પુનર્જન્મ થતો નથી ને તે જન્મ મૃત્યું ના માર્ગ ને પાર કરે છે.
ગીતા અધ્યાય ૧૪ પ્રકૃતિના ત્રણ ગુણો (કુલ શ્લોક– ૨૭)
કૃષ્ણ ના કોઇ પણ રૂપ ની ભક્તિમય સેવામાં લાગેલું હોવું એ કૃષ્ણ સાથે એકરૂપતા પામવા સમાન છે. ભક્તિયોગ માં ભગવાન અને ભક્ત વચ્ચે પ્રેમ નું આદાન-પ્રદાન હોય છે. તેથી ભક્ત બન ને પોતાને પ્રકૃતિના ત્રણ ગુણો- સત્વ, રજ અને તમો થી મુક્ત કરી દિવ્ય અવસ્થા માં સ્થિત કર ને જીવન ના બધાં દુખોથી મુક્તિ મેળવ.
ગીતા અધ્યાય ૧૫ પુરુષોત્તમ યોગ (કુલ શ્લોક– ૨૦)
જીવને અલ્પ સ્વતંત્રતા મળેલી છે. તેના શરીર નું પરિવર્તન તેના પર જ અવલંબિત છે. મૃત્યુ સમયે તેની જે ચેતના હશે તેનો તે યોની માં જન્મ થશે. અને જો તે કૃષ્ણભાવનાપરાયણ હશે તો તેને કૃષ્ણનો સંગ પ્રાપ્ત થશે. જીવનકાળ માં જે કર્મો કર્યા હશે તેવી ચેતના અંત સમયે રહે છે. તેથી કૃષ્ણભાવનાપરાયણ થા.
ગીતા અધ્યાય ૧૬ દૈવી તથા આસુરી પ્રકૃતિ (કુલ શ્લોક– ૨૪)
જે મનુષ્ય નરકનાં ત્રણ દ્વાર- કામ, ક્રોધ અને લોભ થી બચી આત્મ-સાક્ષાતકાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે તે પરમ ગતી પામે છે અને જે આ ત્રણ દ્વાર થી મોહિત હોય છે તે આસુરી યોનીમાં વારંવાર જન્મ ગ્રહણ કરે છે ને ક્યારેય પરમ ગતી પ્રાપ્ત કરતા નથી.
ગીતા અધ્યાય ૧૭ શ્રદ્ધાના વિભાગો (કુલ શ્લોક– ૨૮)
દાન હંમેશા કર્તવ્ય સમજીને, કોઇ બદલાની આશા વિના, સુપાત્ર વ્યક્તિને આપવું. જે દાન શ્રદ્ધા વગર કે કુપાત્રને અપાય છે તે ક્ષણભંગુર હોય છે. આધ્યત્મિક ઉદ્દેશ્ય વગર કરેલું ગમે તે કાર્ય પછી તે યજ્ઞ, દાન કે તપ હોય તોય તે નકામું છે. સર્વ કાર્યોને સફળ બનાવવાનો એકજ માર્ગ છે, કૃષ્ણભાવનાયુક્ત થઇને કાર્ય કરવું.
ગીતા અધ્યાય ૧૮ ઉપસંહાર – ત્યાગની પૂર્ણતા (કુલ શ્લોક– ૭૮)
યોગ્ય જગ્યાએ ને સુપાત્ર ને દાન કરવાથી આધ્યાત્મિક જીવન માં પ્રગતી થાય છે, અયોગ્ય જગ્યાએ કરેલ દાન બેકાર જાય છે. ભૌતિક ઇચ્છા પર આધારીત કાર્યો નો ત્યાગ કરવો પણ ઇશ્વર માટેના કર્મો નો ત્યાગ કરવો નહીં. સદા ચીત્ત ને કૃષ્ણ માં પરોવાયેલું રાખી, કૃષ્ણની સંરક્ષણ માં જ, કૃષ્ણ માટે કાર્ય કરો.